રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, ખુબ મનોમંથન બાદ CM ગેહલોતે લીધો મોટો નિર્ણય
Trending Photos
જયપુર: રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલા રાજકીય સંકટમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે અશોક ગેહલોત (Ashok Gehlot) સરકારે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને નવો પ્રસ્તાવ રાજ્યપાલ કલરાજ મિશ્રા (Kalraj Mishra)ને મોકલ્યો છે. મળતી માહિતી મુજબ આ પ્રસ્તાવમાં 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવાની વાત કરાઈ છે. નવા પ્રસ્તાવમાં ફ્લોર ટેસ્ટને લઈને કોઈ ઉલ્લેખ નથી કરાયો. તેમાં કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરવાની વાત કરાઈ છે. કોરોનાની સાથે સાથે અન્ય બિલો ઉપર પણ ચર્ચાનો ઉલ્લેખ કરાયો છે.
31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવા અંગેનો પ્રસ્તાવ
ગેહલોત મંત્રીમંડળે શનિવારે રાજ્યપાલને મોકલવામાં આવનારા સંશોધિત પ્રસ્તાવને મંજૂરી આપી. ત્યારબાદ રવિવારે આ પ્રસ્તાવ રાજ્યપાલને મોકલવામાં આવ્યો. નવા પ્રસ્તાવમાં કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરવાની વાત કરાઈ છે. જેમાં બહુમત પરીક્ષણનો મુદ્દો નથી. મુખ્યમંત્રીએ પ્રસ્તાવમાં કહ્યું છે કે 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવામાં આવે. આ અગાઉ વિધાનસભા સત્રની માગણીને લઈને કોંગ્રેસ ધારાસભ્યોએ પ્રદર્શન પણ કર્યું હતું. શુક્રવારે રાજભવનની લોનમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રદર્શન કર્યુ હતું.
Rajasthan Govt proposal to Governor asks to start Assembly Session from July 31st, proposes discussion on Coronavirus and other Bills. No mention of floor test in proposal: Sources
— ANI (@ANI) July 26, 2020
નવા પ્રસ્તાવમાં કોરોના મુખ્ય એજન્ડા
રાજભવનમાં થયેલા પ્રદર્શનને લઈને રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજ્ય સરકાર પાસે છ પોઈન્ટ પર શુક્રવારે સ્પષ્ટીકરણ માંગ્યુ હતું. ત્યારબાદ શનિવારે સીએમ નિવાસસ્થાન પર મંત્રી પરિષદની બેઠક થઈ જેમાં આ પોઈન્ટ્સ પર ચર્ચા કરાઈ. ત્યારબાદ સંશોધિત પ્રસ્તાવને મંજૂર કરાયો. વિચાર વિમર્શ બાદ તમામ કાનૂની પ્રક્રિયાઓ અને જોગવાઈઓને ધ્યાનમાં રાખતા સુધારા પ્રસ્તાવ તૈયાર થઓ જેને કેબિનેટની મંજૂરી મળી. હવે સરકાર તરફથી આ પ્રસ્તાવ રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે.
રાજ્યપાલ કલરાજ મિશ્રાના નિર્ણયનો ઈન્તેજાર
આ બાજુ શનિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ અશોક ગેહલોતે એક નિવેદનમાં કહ્યું કે જરૂર પડી તો અમે રાષ્ટ્રપતિને મળવા રાષ્ટ્રપતિ ભવન પણ જઈશું. જરૂરિયાત હશે તો અમે પીએમના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન પણ કરીશું. ગેહલોત વિધાનસભાનું સત્ર બોલાવવાની માગણી કરી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને તેમણે નવો પ્રસ્તાવ રાજ્યપાલને મોકલ્યો છે. જો કે તેમા ફ્લોરટેસ્ટનો કોઈ ઉલ્લેખ નથી. હાલ જોવાનું એ રહેશે કે નવા પ્રસ્તાવ પર રાજ્યપાલ કલરાજ મિશ્રા શું નિર્ણય લેશે?
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે